છે-મધુકર રાંદેરિયા

જુલાઇ 27, 2008

ચલો આજ ભૈયા, ઉઠાવી લો લંગર, સંમદરની અંદર ઝુકાવી દો કસ્તી;
સલામત કિનારાના ભય ને તજી દો, તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.

મુહબ્બતની અડિયલ એ વાતો જવા દો ,મુહબ્બતનાં દમિયલ એ ગીતો જવા દો,
જગતને જગાડી દો એ રીત થી કે, કલેવરને કણેકણા જુવાની વસી છે.

અમારા ચમનમાં સુમન ખીલતાં ના, રખેવળી કંટકની હરદમ કરી છે,
અમે તો પડ્યા પાનખરન ના પનારે, નકામી નકામી વંસતો હસી છે.

અમારે નથી ચાંદની સાથ નિસ્બત , અમારે રુકાવટ વિના ચાલવું છે,
અમારી છે યાત્રા સળગતી ધરા પર , દિવસભર જે સૂરજની લૂથી રસી છે.

અમે સિંધુડાને સૂરે ઘૂમનારા ! અમે શંખનાદો કરી ઝુઝનારા,
મધુરી ન છેડો એ બંસી તાનો , અમોને એ નાગણની માફક ડંસી છે.

હસીનોને હાથે ન અમૃત પાશો, અમોને ખપે ના મુલાયમ નશો એ,
અમે કાલકૂટોને ઘોળીને પીશું, અમારીયે શક્તિઓ શંકર જ શી છે.

અમે દુઃખ ને દર્દ કાતિલ સહ્યાં છે, ભરી આહ ઠંડી ને નિશ્વાસ ઊના,
જીવનમાં હતી કાલજો ગમની રેખા, મરણ સામને આજ મુખ પર હંસી છે.
તુફાનોને કહી દો કે કમ્મર કસી છે!

-મધુકર રાંદેરિયા

Advertisements

હતા

જુલાઇ 27, 2008

ગગને ઉડીને ગુંજવા દીલના ઘણા અરમાન હતા.
પણ પાંખો કાપી લઇ લીધી, એ નસીબનાં ફરમાન હતા.

અમે ધીરે ધીરે ભળી ગયાં તારા મનના એ વમળ મહીં,
પણ ચાંપતી નજરો લઇ દરીયે ઉભા દરવાન હતા.

તમે આવ્યા આંસુને લુછવા, તુટેલા નાતાને સાંધવા,
પણ ઘાવ જે જીગરે પડ્યા, એ તમ કીધાં અપમાન હતા.

ભવરણભુમીમાં ઝઝુમતાં, અમે વજ્ર જેવા કઠણ થયા,
નબળાઇઓ ખુદની જડી, એ શ્રાપ કે વરદાન હતા.

અમે શોધવા તમને ગયાં, મંદીર અને મસ્જીદ મહીં,
પણ આખરે પડી એ ખબર, તમે અંતરમાં યજમાન હતા


‘પહેલો પ્રેમ

જુલાઇ 27, 2008

Thank ful to unknow source.

ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’


है.

જુલાઇ 21, 2008

जिन्दगी ये किस मोड पे ले आयी है,
ना मा, बाप, बहन, ना यहा कोई भाई है.
हर लडकी का है Boy Friend, हर लडके ने Girl Friend पायी है,
चंद दिनो के है ये रिश्ते, फिर वही रुसवायी है.

घर जाना Home Sickness कहलाता है,
पर Girl Friend से मिलने को टाईम रोज मिल जाता है.
दो दिन से नही पुछा मां की तबीयत का हाल,
Girl Friend से पल-पल की खबर पायी है,
जिन्दगी ये किस मोड पे ले आयी है…..

कभी खुली हवा मे घुमते थे,
अब AC की आदत लगायी है.
धुप हमसे सहन नही होती,
हर कोई देता यही दुहाई है.

मेहनत के काम हम करते नही,
इसीलिये Gym जाने की नौबत आयी है.
McDonalds, PizaaHut जाने लगे,
दाल-रोटी तो मुश्कील से खायी है.
जिन्दगी ये किस मोड पे ले आयी है…..

Work Relation हमने बडाये,
पर दोस्तो की संख्या घटायी है.
Professional ने की है तरक्की,
Social ने मुंह की खायी है.
जिन्दगी ये किस मोड पे ले आयी


થાય છે– આદિલ

જુલાઇ 12, 2008

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.