કોણ માનશે?

જુલાઇ 18, 2007

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘અજય’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?


એક છોરિમા

જુલાઇ 2, 2007

અમે રસ લેવા માંડિયો છે જે ઘડિથી એક છોરિમા,
નથિ પડતો ઇન્ટ્રેસ્ટ હવે ફાફડા કચોરી મા,

પ્રિયે એવિ તુ મને પ્રેમ રસથિ ભરિભરિ લાગી,
કદિ પણીપુરી લાગી તો કદિ ચટણી પુરી લાગી,

થતિ તુજ વાત ને એમાય તારા રુપની ચર્ચા,
જણે ગરમા ગરમ ગોટાને ભજિયા,

ભટકતા મજનુઓ સાથે સાને કરો આઙાઈ,
ખમણશ્રી મા અભિવ્રુધી કરે છે કાળિ કાળિ રાઈ,

તે છતા ન થૈ સકિયો મનમેળ તારી શાથે,
કે બરબાદ ગઈ એ ભેળ જે ખાધી તારી શાથે,

હવે છવાયો છે આલમ મનમા એરીતે હતાસાનો,
હુ ખાઊ છુ પેંડા ને સ્વાદ આવે પતાસાનો